ચુનીલાલ આશારામ ભાવસારનો જન્મભાદરવા વદ ચોથ સવંત ૧૯૫૪ ઇ.સ ૪-૯-૧૯૫૪ ના રોજ સાવલી ગામે થયો હતો.માતાનું નામ સૂરજબા ,પિતાનુ નામ આશારામ ,અટક ભાવસાર
રંગાટી કાપડની પેઢી ધમધોકાર ચાલતી અને કુટુંબ સમૃદ્ધ હતું.પણ પરિસ્થિતિ કથળી પેઢી અને મકાન છોડી સૌ કાલોલના નાના મકાનમાં રહેવા લાગ્યા.સુખનો સૂરજ આથમી હવે પરિવાર પર દુઃખનો અંધકાર ઘેરાવા લાગ્યો. આઠ વર્ષના ચુનીલાલે પણ કામ કરી પૈસા રળવાનું ચાલુ કરી દીધું.આ જ અરસામાં એમણે અભ્યાસ ચાલુ કર્યો. સમજશક્તિ અને સ્મૃતિ બંને સતેજ હતાં. પણ આગળ અભ્યાસની ફી ભરવાનાં નાણાંની મુશ્કેલી. શાળાના આચાર્ય અને ઇન્સ્પેક્ટરને વાત કરી, શાળાનુ; કામ કરી પૈસા મેળવ્યા અને માત્ર દોઢ વર્ષમાં પછીનાં ચાર વર્ષનો અભ્યાસ પૂરો કર્યો. આગળ ભણવાની ઇચ્છા ખરી પણ પૈસા નહિ.ગોધરાના એક અનાજના વેપરીને ત્યાં નોકરી મળી. વેપારીએ ઘરાકનું ઓછું અનાજ દેવાનો કીમિયો બતાવ્યો પણ અપ્રમાણિકતા નહિ આચરતાં નોકરી ખોવી પડી.સદ્દભાવીઓની સહાનુભૂતિથી તેમણે ઈ. ૧૯૧૯માં સારાં ગુણાંક પ્રાપ્ત કરી મેટ્રિકની પરીક્ષા પાસ કરી. એ જ રીતે અનેક અડચણો વેઠતાં કૉલેજશિક્ષણ શરૂ કર્યું.
ઈ. ૧૯૨૧માં ગાંધીજીની અસહકારની હાકલ પડી. કૉલેજ છોડી તે ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ગાંધીજીના ‘નવજીવન‘ માં કામ કરી ખર્ચ કાઢતા.દેશપ્રેમનો જુવાળ ઊભરાતો ગયો અને વિદ્યાભ્યાસ છોડી હરિજનકાર્યપ્રવૃત્તિમાં જોડાઈ ગયા.
વાઈનું દરદ લાગું પડ્યું આથી આત્મહત્યા કરવાનો નિશ્ચય કર્યો. ઊંચેથી નર્મદામાં ભૂસકો માર્યો પરંતુ નદીનાં ઊછળતાં મોજાંઓએ એમને કિનારે પાછા ધકેલી દીધા. જીવનનો નાશ ઈશ્વરને મંજૂર નથી એમ સમજાયું.બહાર નીકળતાં એક સાધુએ હરિનામરટણની દવા રોગમુક્તિ માટે બતાવી. ઘેર આવ્યા પછી વાઈથી દાદર પરથી ગબડ્યા ત્યારે તે સાધુમહાત્મા હાજરાહજૂર દેખાયા.એવામાં એમને બાલયોગી મહારાજ સાથે ભેટો થયો. બાલયોગી મહારાજે ઈશ્વરમાર્ગે જવાની દીક્ષા આપી. અમુક જગ્યા બતાવી ત્યાં આશ્રમ સ્થાપવા સલાહ આપી. આજે ત્યાં ‘હરિ ૐ આશ્રમ‘ વિસ્તાર્યો છે. આધ્યાત્મિક શાંતિ માટે નડિયાદ, સુરત વગેરે સ્થળોએ મૌન મંદિરોની સ્થાપના કરી
તારીખ તા. ૨૨-૭-૧૯૭૬ના દિવસે ફાજલપુર જઈ બે-ચાર વ્યક્તિઓની હાજરીમાં પોતાની જીવનલીલા સંકેલી લીધી. પૂજ્ય શ્રી મોટાનો આખરી જીવનસંદેશ પણ કેટલો મહાન છે!
“મારા મૃત્યુ નિમિત્તે જે ભંડોળ થાય તેનો ઉપયોગ શાળાના ઓરડા બાંધવામાં કરવો.”
પૂજ્ય શ્રી મોટાનુ જીવન જરમર







